પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૪

સોહામણું સ્વપ્ન

સામાન્ય રીતે દરેક વ્યક્તિ રાત્રિના ગાઢ નીંદરમાં સ્વપ્ન નિહાળે છે. આ સ્વપ્ન આનંદમય, સુખમય કે કોઇવાર હચમચાવી મૂકે તેવું બિહામણું પણ હોય શકે છે. ગાઢ નીંદરમાં જોવા મળતું સ્વપ્ન વ્યક્તિની પસંદગી મુજબનું મહદ્અંશે હોતું નથી. કેટલીકવાર નીંદરમાં નિહાળેલું સ્વપ્ન હંમેશને માટે દિવાસ્વપ્ન પૂરવાર થતું હોય છે, પરંતુ દૃઢનિશ્ચય અને મજબૂત મનોબળ સાથે આગળ વધતી વ્યક્તિને જાગૃત અવસ્થામાં પણ સુંદર સ્વપ્નનો સંગમ થાય છે.

ઈતિહાસમાં વિકલાંગો વિશે આપણને જે માહિતી મળે છે, તે તપાસતાં જીવનપર્યંત વિકલાંગો સંઘર્ષ કરતા આવ્યા છે. આવા ક્ષતિગ્રસ્ત લોકોને સમાજે શાપિત કે પાપી ગણાવ્યા છે. કેટલાક લોકો પૂર્વજન્મનાં કર્મોનો બદલો આપનાર વ્યક્તિઓ હોવાનું માને છે. જેમને ત્યાં આવાં બાળકોનો જન્મ થાય છે. તે પણ પ્રારબ્ધને દોષ આપે, દુઃખી થઈ જાય છે. પરંતુ મેં મારા અર્ધજાગૃત મનને ઢંઢોળી જ્યારે જ્યારે પૂછ્યું છે, ત્યારે ત્યારે તેના તરફથી એકમાત્ર ઉત્તર સાંપડ્યો છે, તે છે “વિકલાંગો નથી શાપિત, વિકલાંગો છે સૃષ્ટિનું ઋણ

અદાકરનાર મૂલ્યવાન માનવીઓ” અર્ધજાગૃતમનની અવસ્થાને પામવા અનેક

[૧૦૧]