પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિનુભાઇ શાહ તે વખતે અમોને દર રવિવારે જુદી - જુદી પ્રવૃત્તિઓ શીખવવા માટે હંમેશાં આવતા. તેમનો આવી સ્પર્ધાઓમાં અમોને ખૂબ સહકાર મળતો. હું શાળાના વિદ્યાર્થીઓને સાંપ્રત પ્રવાહોની માહિતી મળે તે માટે બ્રેઇલમાં નિયમિત એક દૈનિકપત્ર પણ બહાર પાડતો. આ સમાચારપત્રમાં દેશ-વિદેશ, શહેર અને શાળાની બાબતો વિશે માહિતી આપવામાં આવતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વારાફરતી આ પ્રસિદ્ધ થયેલ સમાચારો નિયમિત પણે વાંચતા. એક પણ દિવસ ન પડે તે રીતે મોડી રાત્રિના સમાચારપત્રોનું બ્રેઇલમાં હું લખાણ તૈયાર કરતો. આ માટે હું રેડિયોનો વિશેષ સહારો લેતો. સંસ્થા સમાચાર માટે અધિકારીઓ અને વિદ્યાર્થીઓની મુલાકાત લઇ, હું વિગતો તૈયાર કરતો. આમ, વિદ્યાર્થી અવસ્થાથી અંધજનોના સર્વાંગી વિકાસ માટે યથાયોગ્ય કાર્ય કરવાનું અને તે કાર્ય દ્વારા સિદ્ધિઓ હાંસલ કરવાનું હું સ્વપ્ન જોતો આવ્યો છું. મારા સ્વપ્નને સાચું ઠેરવવા હું હંમેશાં કાર્યશીલ રહું છું. ભેદભાવ રહિત અને સમદૃષ્ટિ સાથેના મારા સ્વપ્નને ઇશ્વર હકીકત બનાવે એ જ અભ્યર્થના.


[૧૦૯]