પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરવા ઝંખું છું. સંસારસાગરમાં ડૂબકી લગાવી સફળતાના મોતી શોધી કાઢવાની મનોકામના છે. નેરોગેજ ટ્રેઇનની મુસાફરીથી શરૂ કરેલ યાત્રા બ્રોડગેજ ટ્રેઇનમાં હૃદયની વિશાળતા સાથે ગુજારવા ઇચ્છું છું. આ એવી ટ્રેઇન હશે કે જ્યાં કોઇપણ પ્રકારની સંકીર્ણતાને લેશ માત્ર પણ અવકાશ નહિ હોય. સામાન્ય રીતે આવી જ ટ્રેઇનની મુસાફરી સૌના માટે સંતોષકારક નીવડે તેમજ ગતિ અને પ્રગતિમય બને તેવું દિવ્ય સ્વપ્ન હું જોઉં છું.


[૧૨૦]