પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૬

વિશ્વ વિકલાંગ દિવસની ભવ્ય ઉજવણી


વિકલાંગોનાં શિક્ષણ, રોજગાર, તાલીમ અને પુનઃસ્થાપનના કાર્યને વેગ આપવા અનેક વિધ યોજનાઓ સફળ બનાવવા યત્કિંચિત પ્રયત્નો પછી પણ ધારી સફળતા નહિ મળવાને કારણે પેચીદા પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂઆતના માધ્યમથી પ્રસ્તુત કર્યા. લેખિત અને મૌખિક રજૂઆત બાદ ગાંધી ચીંધ્યા માર્ગે ધરણા અને જન આંદોલનના અનેક શહેરોમાં કાર્યક્રમો આપ્યા. ન્યાય મેળવવા ગુજરાત નામદાર હાઇકોર્ટ સમક્ષ દાવો દાખલ કરવામાં આવ્યો. નામદાર હાઇકોર્ટના ચુકાદાના પગલે વંચિત દૃષ્ટિહીન ઉમેદવારોને તેમની યોગ્યતા મુજબ નોકરી પ્રાપ્ત થયા પછી પણ આ ક્ષેત્રમાં વધુ અસરકારક કાર્યમાં સમાજ અને સરકારનો સહયોગ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશથી રચનાત્મક આંદોલન છેડવા આયોજન ઘડ્યું. સૌ પ્રથમ ૧૧ થી ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૨ થી પ્રારંભ થયેલ આંદોલનને વેગ આપવા વર્ષ ૨૦૧૪ ના ત્રીજી ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગ દિવસને આગવી રીતે ઉજવવા સંકલ્પ કર્યો. કાર્યક્રમનું શીર્ષક “ઓલવાયાં અંધારાં ને ચમક્યા સિતારા” આપવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય અતિથિ રાજ્યના રાજયપાલશ્રી ઓમપ્રકાશ કોહલી સાહેબને આમંત્રિત કરવામાં

આવ્યા. નિમંત્રણનો સ્વીકાર કરી રાજયપાલશ્રી વિશ્વ વિકલાંગ દિવસની

[૧૨૧]