પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૭

કેવી હશે મારી શાળા ? ચાલો કરીએ ખોજ...

તા. ૨૭-૦૬-૨૦૧૫ના રોજ સંસ્થા વિકાસ માટે આપેલા વાર્તાલાપનું શબ્દ ચિત્ર ‘કેવી હશે મારી શાળા? ચાલો, કરીએ ખોજ’. આ વિષય અંતર્ગત તમારી સામે શાળા કેવી હોવી જોઈએ તેનું એક ચિત્ર ઉપસ્થિત કરવું છે. એ પહેલાં શાળા અથવા સંસ્થા કેવી રીતે અસ્તિત્વમાં આવે તે વિશે થોડી ચર્ચા કરીશ.

સામાન્ય રીતે જ્યારે કોઈ પણ સામાજિક જરૂરિયાત ઊભી થાય ત્યારે તેને પહોંચી વળવા સંગઠન બને છે અને તેમાંથી સંસ્થાનો ઉદ્‌ભવ થાય. સંસ્થામાં બે તત્ત્વો હોય છે. માનવીય તત્ત્વ અને ભૌતિક તત્ત્વ. માનવીય તત્વમાં વિદ્યાર્થીઓ, કાર્યકરો ટ્રસ્ટીશ્રીઓ, સામાજિકકાર્યકરો આગેવાનો અને સરકાર આવે, જ્યારે ભૌતિક તત્ત્વમાં જમીન, મકાન ...ફર્નિચર અને અન્ય સાધનો આવે આ માનવીય અને ભૌતિકતત્ત્વનું સંમિશ્રણ એટલે સંસ્થા. આ સંસ્થાને જીવંત રાખવાનું કાર્ય માનવીય તત્ત્વો કરે છે.

આપણે જ્યારે ભવિષ્યદર્શન કરવાનું છે ત્યારે થોડો ઇતિહાસ અને વર્તમાન સ્થિતિની પણ વાત કરીએ. ઇતિહાસ એટલા માટે કે આ સંસ્થા જે

ઉદ્દેશથી શરૂ થઇ તેને જીવંત રાખવાનો છે.

[૧૨૭]