પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અલગ પગલાં લેવાં રહ્યાં. તેમજ આ બધી જ અસરકાર સેવાઓ માટે વૈધાનિક સવલતો પણ ઉપલબ્ધ બનાવવી પડશે. વિકલાંગોને પણ રાજકીય અધિકારો આપવા રાજકીય પક્ષો અને સરકારે વિચારવું રહ્યું. જેમાં ખાસ કરીને સ્વતંત્રતાનો અધિકાર, ન્યાયપ્રાપ્તિનો અધિકાર, સંમિલિતપણાનો અધિકાર, હિંસા- સતામણી કે શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર, ગોપનીયતાનો અધિકાર, વાણી અને અભિવ્યકિતનો અધિકાર, ઘર અને કુટુંબનો અધિકાર, મતદાનનો અધિકાર, ચૂંટણી માટે ઉમેદવારી અને જાહેર હોદ્દાઓ પર રહેવાનો અધિકાર જેવા વિકલાંગોને આપણા બંધારણની વિભાવના મુજબ પ્રાપ્ત બને તે જોવાની જવાબદારી સૌ કોઈની બને છે.

[૧૪૨]