પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૯

ટીકા અને વખાણ


ટીકા કે વખાણ શબ્દ એક સિક્કાની બે બાજુઓ છે. કોઈ પણ વ્યક્તિની જેટલી પ્રશંસા થાય તેટલી જ તેની પ્રગતિ માટે ટીકા થવી અનિવાર્ય છે. અન્યથા તે પ્રશંસાના નશામાં ચકચૂર થઈ સમાજને હાનિ પહોંચાડી શકે અથવા તો એમ કહી શકાય કે સમાજ માટે ભારરૂપ પુરવાર થાય. તે સમાજ રચનાને સાનુકૂળ બનવાને બદલે પ્રતિકૂળરૂપ પ્રવૃત્તિઓને પોષવા લાગે. તેથી વ્યક્તિના સમતોલ વિકાસ માટે તેની ટીકા અને વખાણ બંને જરૂરી છે.

આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર પ્રત્યેક તત્ત્વ બેવડી ધારા વડે વર્તે છે. લીમડાનો સ્વાદ કડવો છે, પરંતુ લિંબોળીનો રસ મીઠો હોય છે. જગતના અસ્તિત્વ માટે પૃથ્વી પણ આકર્ષણ ને અપાકર્ષણના સિદ્ધાંતથી કાર્ય કરે છે. પૃથ્વીના પરિપ્રેક્ષ્યમાં આવતા તમામ પદાર્થો પૃથ્વીના ગુરુત્વાકર્ષણના ગુણધર્મને કારણે તેની સાથે જકડાયેલા રહે છે અથવા તો એમ કહો કે તેના તરફ આકર્ષાતા રહે છે. જ્યારે પૃથ્વી પોતે સૂર્યના અપાકર્ષણના કારણે વાતાવરણમાં સ્થિર સ્થાન મેળવી શકી છે. બ્રહ્માંડનો દરેક પદાર્થ, ગ્રહો આકર્ષણ અને અપાકર્ષણના સિદ્ધાંતને અવલંબે છે. તે વાત આપણા જીવનમાં પણ એટલી જ

લાગુ પડે છે. ટીકા કરનાર પ્રત્યેક વ્યક્તિ આપણો એટલો જ હિતેચ્છુ છે જેટલો

[૧૪૩]