પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૦

ઘોલકીમાં હોય છે ઘર

નાનાં બાળકોની રમતોમાં છુપાયા હોય છે જીવનના રહસ્યો! જિંદગી નથી પસંદગીનો પ્રવાસ, તે હોય છે ઈશ્વરનો સોંપેલો ચોક્કસ સમયગાળાનો એક કાર્યક્રમ. જે પ્રત્યેક વ્યકિતએ સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો હોય છે. નાનાં બાળકો આપણા ઘરની આસપાસ ઘોલકીઓ બનાવી પોતાની જિંદગીનું શબ્દચિત્ર પ્રસ્તુત કરવા જુદી-જુદી રમતો રમતાં હોય છે. કેટલાંક બાળકો આવી રમતોમાં પોતાનું ઘર, નોકરી, ધંધો, વ્યવસાય આદિ સંકલ્પનાઓ પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. બાલ્યાવસ્થાએ તે જે કાંઇ વિચારે છે, જે કાંઇ કલ્પે છે અથવા તે ભવિષ્યમાં જે કાંઈ કરવા ઈચ્છે છે તેવી જ બાબતો આવી રમતોમાં વણી લઇ, એક નાનકડી ઘોલકડીમાં આખો દિવસ પસાર કરે છે. કુદરતનાં સૌંદર્યો, માનવીય મહત્ત્વાકાંક્ષાઓ વગેરે જેવી કેટકેટલી બાબતો આપણને નાનાં બાળકોની રમતોમાં જોવા મળે છે.

બાળકો કેવી અને કઈ રીતે પોતાની રમતો ઘોલકીમાં રમે છે, તે સમજવાની જરૂર છે. કુટુંબ, મહોલ્લો કે આજુબાજુના વિસ્તારના લોકોની રહેણીકરણીની અસરો આપણને બાળમિત્રોની રમતોમાં જોવા મળે છે. બાલ્યાવસ્થાથી જે જોવા અને શીખવા મળે છે, તેનું જ અનુકરણ લોકો મોટા