પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પેન્સિલ હતી, જયારે સુરેશ શાળાએ ગયો હતો ત્યારે તેની માતાએ તેને એક જ પેન્સિલ આપી હતી. અત્યારે તેની પાસે એકને બદલે બે પેન્સિલ હતી તેમ છતાં તેની માતાએ તેના વિશે કશી પૂછપરછ કરી નહિ. મોટો થતાં સુરેશ મોટો ચોર બન્યો. એક દિવસ તે ચોરીમાં પકડાયો. કોર્ટમાં કેસ ચાલ્યો. સુરેશને નામદાર કોર્ટે ફાંસીનો હુકમ આપ્યો. સુરેશને અંતિમ મુલાકાત કોની સાથે કરવી છે તેમ સત્તાવાળા તરફથી પૂછવામાં આવ્યું. સુરેશે તેની માતાને મળવાની ઇચ્છા વ્યકત કરી. સુરેશનાં માતા મળવા આવી પહોંચ્યાં. માતાના પગમાં પડી સુરેશે કહયું: ‘મા ! હું જયારે શાળાએથી પેન્સિલ ચોરીને ઘરે આવ્યો હતો ત્યારે તેં મને ટોકયો હોત તો આજે મારા માટે આ દિવસ ન આવ્યો હોત.' માતા રડી પડી. તેને બધું સમજાય ગયું. સુરેશના ઉદાહરણથી આપણે સૌ સમજી શકીએ છીએ કે- બાલ્યાવસ્થાની અસર વ્યકિતના જીવન પર કેટલી અને કેવી પડે છે. માટે જ આપણે આપણાં બાળકોની સુટેવો કેળવાય તે માટે ધ્યાન આપવું જોઇએ. તેમજ ઉત્તમ રમતો દ્વારા બાળ કેળવણી થાય તેવી વ્યવસ્થા શાળા-શિક્ષણ અને આપણા પરિવારમાં પણ થાય તે માટે યોગ્ય પર્યાવરણ ઊભું કરવાની જરૂર છે, તો જ ઉત્તમ સમાજની રચના શકય બનશે.