પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૧

શાળા બોલે છે

શિક્ષણની વિવિધ પ્રવિધિઓની ફેકટરી શાળા છે. શાળામાં વિદ્યાર્થીઓની ક્રિયેટીવિટી વિશે અવનવા અભિગમો અપનાવવા, અવનવી સામગ્રીઓનું ઉત્પાદન થાય છે. જેમાં કૌશલ્ય વિકાસને પોષે તેવા જ્ઞાનનું સર્જન અવનવા ઉપક્રમો દ્વારા થતું રહે છે. વિશિષ્ટ બાળકોની શારીરિક અને માનસિક મર્યાદાઓને ધ્યાનમાં રાખી, તેની પૂર્તતા માટે અવનવાં સાધનો, સહાયક ઉપકરણો, વિશિષ્ટ તાલીમ, શાબ્દિક અનુબોધન કૌશલ્યનો સમાવેશ કરી, સુષુપ્ત શકિતઓને જગાડવા અવનવા શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા વિશિષ્ટ બાળકોને સામાન્ય વર્ગના વ્યકિતઓ જેવું જીવન જીવવા તૈયાર કરવામાં આવે છે. હું પણ આવી જ એક શાળાનો વિદ્યાર્થી રહયો છું. મારા વિદ્યાર્થીકાળ દરમ્યાના શાળાની શૈક્ષણિક પ્રણાલીમાં સમાયોજન સાધવા અનેકવિધ પ્રયાસો પછી પણ સામાન્ય વર્ગ સાથે સ્પર્ધાત્મક યુગમાં ઊભા રહેવા નૂતન શિક્ષણની પ્રવિધિઓ સુધી પહોંચવા અનેક અગવડોનો સામનો કરવો પડતો. બ્રેઇલલિપિમાં લખવા માટે પૂરતા કાગળો કે ગુણવત્તાવાળા બ્રેઇલ લિપિ લખી શકાય તેવાં સાધનો સરળતાથી ઉપલબ્ધ બનતાં નહિ. પરિણામે ટાંચાં સાધનોનો ઉપયોગ કરી શૈક્ષણિક સામગ્રી, અભ્યાસક્રમને અનુરૂપ તૈયાર કરવી