પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વિશ્વાસરૂપી કર્ણ સાથે સતત અથડાતો રહે છે. તેને યોગ્ય પ્રતિસાદ આપવા માનવીય તેમજ ભૌતિક આ દિવ્ય દરબાર સફળતાની સિદ્ધિનાં શિખરો સર કરી શકશે. પ્રત્યેક વિદ્યાર્થીના અરમાનોને સફળ બનાવવા શાળાના સંવાદો હૃદયસ્પર્શી બનાવી, એક-એક પ્રતિભાના પુષ્પને બાગમાં ખીલવાની યોગ્ય તક મળે તે માટે કર્મયજ્ઞના પ્રત્યેક કર્મધારીએ માનવતાની મહેક પ્રસરાવવા પોતાનું માનીત્વ પુરવાર કરવું રહ્યું. શાળા શિક્ષણ સાથે વિદ્યાર્થીનું ચારિત્ર્યનું ઘડતર થાય તેવાં ચરિત્રોનું શિક્ષણ આપી, આંખોવિહોણા તેજસ્વી તારલાઓ, સમાજને પ્રકાશિત કરવા આગળ આવે તેવા શૈક્ષણિક કાર્યક્રમો અમલમાં મૂકવાના મહાયજ્ઞને પોતાની કર્મ આતિથી પ્રજવલિત કરવા રહ્યા. શિક્ષણ એ નિશ્ચિત પાઠયક્રમ નથી. શિક્ષણ એ વ્યકિતમાં પડેલી સુષુપ્ત શકિતઓને જગાડવાની પારાશીશી છે. તે લોખંડમાં પડેલી સુવર્ણ ધાતુની શોધ છે. હકીકતમાં શિક્ષક કોઇપણ વિદ્યાર્થીને શીખવતો નથી, તે તો વિદ્યાર્થીમાં છુપાયેલી શકિતઓને જગાડવાનું કામ કરે છે. મારી શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓની આવી શકિતઓને જગાડવાનું કામ જરૂર કરતા રહેશે તેવી મને શ્રદ્ધા છે.