પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૨

સૂક્ષ્મદૃષ્ટિ


સામાન્ય રીતે આપણા પરિપ્રેક્ષ્યમાં આવતી ચીજવસ્તુઓ, વ્યકિતઓ, પશુ-પક્ષીઓ, વૃક્ષો વગેરેની અનુભૂતિ આપણને ઈશ્વર દ્વારા મળેલ આંખોની સૂક્ષ્મદષ્ટિથી થાય છે. આ દૃષ્ટિ મંદ અથવા તીક્ષ્ણ હોય શકે. મંદદષ્ટિના લોકો પરિપ્રેક્ષ્યમાં આવતી ઉપરોકત બાબતો સંપૂર્ણ રીતે જોઇ શકતા નથી. આ તો થઇ આપણી બાહ્ય દૃષ્ટિની વાત. ઈશ્વરે પ્રત્યેક જીવને મહામૂલી અંતર દૃષ્ટિ આપી છે, તેના વિશે હું આ પ્રકરણમાં વિગતે વાત કરવા જઇ રહયો છું.

આ આંતરિક દૃષ્ટિ પ્રત્યેક વ્યકિતને ઓછા વધુ પ્રમાણમાં હોય છે. જેઓ અંતર ધ્યાનનાં અનુભવી છે. સાધક છે તેઓની આ દૃષ્ટિ તીવ્ર હોય છે, જેના કારણે તેઓ ખૂબ જ દૂરનું આ દષ્ટિ વડે જોઇ શકે છે અર્થાત્ તેના વિશે. અગાઉથી જાણકારી મેળવી શકે છે. બાલ્યવસ્થામાં મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવતા. પ્રત્યેકના ઉત્તર માટે મારું મંથન ચાલતું. જેના પરિણામે સૂક્ષ્મદષ્ટિ કેળવવા વિશેષ પ્રયાસ આરંભ્યો. ઝગમગના નામથી મારી એક લખાયેલી કવિતા જેનું શીર્ષક સૂક્ષ્મદૃષ્ટિ આપેલ છે. આ પંકિતઓમાં ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો ખુદ ઇશ્વર સામે રજૂ કર્યા છે.