પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છે. તેનાથી વિશેષ લોકોનો સદ્ભાવ આપ્યો છે. આટલું બધું જયારે તેં મને આપ્યું જ છે ત્યારે તે મારા માટે વૈકુંઠના રાજથી પણ વિશેષ છે. એટલે જ મેં લખ્યું છે: “દિવ્ય દીધા છે દરબાર.” કારણ, આંખોની રોશની ગુમાવ્યા પછી જીવનમાં અનેક સંઘર્ષોનો સામનો કરવાનો આવ્યો, પરિણામે મારી જાતને દંભી લોકોથી મને અલગ કરવાનો મોકો મળ્યો. ડગલે ને પગલે એક યા બીજી બાબતમાં દંભી લોકોનો જીવનમાં પરિચય થતો રહયો. કેટલાક લોકો ઉપવાસ-એકટાણા કરતા હોય છે. રોજ જેટલી કેલરી ન લેતાં હોય તેના કરતાં ત્રણ ગણી કેલરી મળે તેટલો ખોરાક લીધા પછી પણ તે ઉપવાસ કહેવાય છે. એવી જ રીતે ભૂખે ટળવળતાં લોકોને ધકેલી ધનાઢય લોકોને જમવા માટેનાં નોતરાં આપવામાં આવે છે. સત્કાર સાથે આવા લોકોને ભોજન પીરસાય છે. વધ્યું ઘણું ભોજન ભૂખ્યા લોકોને કૂતરાની માફક એઠું જૂઠું આપતાં ખચકાતાં નથી. જગત દંભી લોકોથી ઉભરાય રહ્યું છે. તેમાં સત્યનો એક શ્વાસ લેવો પણ ખૂબ કપરો છે. જીવના મનુષ્યને પોતાની પસંદગી મુજબ મળતું નથી તેમજ વારંવાર માનવ અવતાર મળતો નથી. તેમ છતાં આપણે આપણા કિંમતી માનવ જીવનને વેડફી નાખીએ છીએ. કદી આપણે મૂલ્યવાન જિંદગીનો વિચાર કર્યો નથી. અન્યથી આગળ નીકળી જવા જેટલા અસત્યના મહોરા પહેરવા પડે તે ધારણ કરી આપણે હરણદોટ મૂકીએ છીએ, માટે દંભીઓની દુનિયામાંથી પરમ કૃપાળુ પરમેશ્વરને યાત્રા સફળ પાર પાડવા અંતરથી પ્રાર્થ છું.