પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૪

મારી શાળાના વિકાસમાં મારું યોગદાન

મેરિકાની અંધ-બહેરી-મૂંગી હેલન કેલર કે જેમણે પોતાની વિશિષ્ટ શકિત દ્વારા વિશ્વભરમાં પોતાનું નામ રોશન કરી સમગ્ર વિકલાંગ જગતનું ગૌરવ વધાર્યું છે. એવી જ હેલન-કેલરના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે આપેલા વકતવ્યનું લેખિત ભાષણ સંસ્થાના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને કાર્યકરોની કાર્ય કરવા પ્રત્યે રુચિ વધતી રહે તેવા ઉમદા હેતુસર આ પુસ્તકમાં સમાવવાનું મને ઉચિત લાગ્યું છે, તેથી શબ્દશઃ આ પ્રવચન લેખિત સ્વરૂપે આપની સામે રજૂ કરી રહયો છું.

શાળા કે સંગઠન કોઇપણ નિર્માણ થતી પરીસ્થિતિના કારણે અસ્તિત્વમાં આવતાં હોય છે. મુખ્યત્વે આવા સંગઠનમાં બે તત્ત્વોનો સમાવેશ થયેલો જોવા મળે છે. (૧) ભૌતિક (૨) માનવીય.

(૧) ભૌતિક :-

જમીન, મકાન, ફર્નિચર, કૉપ્યુટર, વિવિધ વિજ્ઞાનના પ્રયોગના સાધનો કે ઉપકરણો વગેરે ભૌતિક બાબતો ગણાય. એવી જ રીતે (૨) વિદ્યાર્થી કે લાભાર્થી, શિક્ષક કે અન્ય કર્મચારીઓ, કાર્યકરો, દાતાઓ વગેરે માનવીય તત્વમાં આવે. આજે શાળા પાસે ભૌતિક સંપત્તિ આપણી જરૂરિયાતો પૂર્ણ કરી શકે તેટલી પૂરતી છે. માનવીય સંપત્તિના વિકાસ માટે તેના મનોસામાજિક