પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૫

કલ્યાણ પથની યાત્રા

મામાનવ જીવન કુદરતની અણમોલ ભેટ છે. જે લાખો વર્ષની તપસ્યાને અંતે પ્રાપ્ત થાય છે. મનુષ્ય અવતારથી વ્યકિત માનવ થયો છે તેવું કહી શકાય નહીં. અન્યની સંવેદનાની જેઓ અનુભૂતિ પામી શકે છે તે જ આવી માનવતા ધારણ કરી શકે છે.

મારા જન્મકાળથી વર્ષ ૨૦૧૩ સુધીનો સમય આવી માનવતા મેળવવામાં હું સંદતર નિષ્ફળ નીવડયો છું, તેમ કહું તો જરાપણ અતિશયોકિતભર્યું નથી. કારણ કે આ સમયગાળો મારા અહંનાં અંધકારથી ભરેલો હતો. અન્યની વેદના જાણવા કે સમજવાની બેદરકારી અને અજ્ઞાનતાના કારણે મહઅંશે જીવનની સાર્થકતા સાધવામાં હું પૂરતો સફળ રહી શકયો નથી, તે મારે નમ્ર ભાવે સ્વીકારવું જોઇએ.

૭ નવેમ્બર ૨૦૧૩ નો દિવસ મારા માટે સોનાનો સૂર્ય થઇ આવ્યો. જીવલેણ તાવ, અનેક અક્ષમ્ય બીમારીઓમાં હું પટકાયો. અંતિમ ઘડીમાંથી ઇશ્વરે આબાદ બચાવી લઇ માનવતાના સુવર્ણ સંદેશ સાથે નવી જિંદગી જીવી જવા સોનેરી તક પૂરી પાડી.

મારા જીવનમાં આતમનાં અજવાળાં ફેલાયાં. સ્થૂળ પ્રકાશિત જગતની