પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મારા કાર્યક્ષેત્રની પાઠશાળા

જે રીતે શિક્ષણ નવું કશું શીખવવાનું કામ નથી કરતું તેવું ઘણા તજજ્ઞોનું માનવું છે તેવું જ સેવા કે સર્મપણ કોઇ શીખવી શકતું નથી તેવું હું માનું છું, શિક્ષણ જે રીતે વ્યકિતની અંદર પડેલી શકિતઓને જગાડવાનું કામ કરે છે, તેવું જ સેવાક્ષેત્રનું છે. જીવનના અવનવા અનુભવો વ્યકિતના અંતરમાં પડેલાં. સેવાબીજને અંકુરિત કરવાનું કામ કરે છે. મારા જીવનમાં સેવાક્ષેત્રની શરૂઆત કેવી રીતે અને કેમ થઇ તે તો હું જાણતો નથી, પરંતુ સેવાક્ષેત્રની મારી ખરી પાઠશાળા અંધ અભ્યદય મંડળ ભાવનગર છે. આ સંસ્થામાં સંવેદના શું છે! તે સમજવા અને જાણવાનું મને સદ્ભાગ્ય સાંપડયું. જેને મારા સેવાક્ષેત્રના હું ગુરૂપદે સ્થાપી શકું તેવા શ્રી શાંતિલાલ રૂગનાથ ઓઝા કે જેમના નેતૃત્વ નીચે મને અનેક ક્ષેત્રની કામગીરી કરવાની અને તે પાર પાડવાની તાલીમ મળી. તે વખતે અમારા આ મંડળની ઑફિસ ભાંગલીગેટ પાસે એક ભાડાના મકાનમાં ચાલતી હતી. જેની આજુબાજુ હીરાના કારખાના આવેલાં હતાં. હીરાઘસુ લોકો અમારી ઑફિસમાં અવાર નવાર ટેલિફોન કરવા કે પોતાનો ટોલફોન આવે તે લેવા માટે આવતા, તેથી આ બધા