પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કરી. તે પછીના યોજાયેલ મોટાભાગના અધિવેશનોમાં મેં આ જ રીતે નેતૃત્વ લીધું. આજે જયારે મારા આ અનુભવ લખું છું ત્યારે મારે કહેવું જોઇએ-મંડળે ઠીક-ઠીક પ્રગતિ કરી છે. સભ્યોના દિલ જીતવાની મને તક મળી છે. વર્ષો સુધી પ્રમુખપદ શોભાવનાર શ્રી અમરશીભાઇ પટેલના દુઃખદ અવસાન પછી તે જવાબદારી આઠસોથી વધુ સભ્યોએ મારા શિર પર મૂકી છે. આ માટે હું પ્રત્યેક સભ્યનો ઋણી છે. સેવાક્ષેત્રના જેમણે મને ઉત્તમ અનુભવો પૂરા પાડયા છે તેવા શ્રી અંધ અભ્યદય મંડળનો પણ હું ખૂબ નમ્ર ભાવે આભાર માનું છું. આવી અનેક સંસ્થાઓ સેવાક્ષેત્રમાં જયારે પોતાની સુવાસ ફેલાવશે ત્યારે જ સાચા સેવાભાવી સૈનિકો સમાજને પ્રાપ્ત થશે, મારી પાઠશાળાને શત-શત વંદન.