પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સત્યની શોધ

જીવનપંથના પ્રત્યેક મુસાફરે પોતાના મોક્ષરૂપી ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા સત્યરૂપી સીડી સુધી પહોંચવું પડે છે, અન્યથા તે તેના ગંતવ્યસ્થાના સુધી કદાપિ પહોંચી શકે નહિ. મારી જીવન યાત્રા અનેક પ્રવૃત્તિઓથી ભરપૂર હોવા છતાં યાત્રા માર્ગમાં અનેક અંતરાયો વિકાસ યાત્રાને અવરોધતા રહ્યા છે. અહીં કેટલાક પ્રસંગો નોંધવાની ઇચ્છા થાય છે ૩ ડિસેમ્બર ૨૦૧૧ ના રોજ મુખ્યમંત્રીના યોજાનાર સદ્ભાવના ઉપવાસ સામે ભાવનગર શહેરમાં એક સાથે દસ હજાર વિકલાંગો સાથે ન્યાય ઉપવાસ માટે મારે બેસવાનું હતું. જેની માહિતી લોકો સુધી પહોંચાડવા ભાવનગરમાં ૩૦નવેમ્બર ૨૦૧૧ના બપોરના ચાર કલાકે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં ઉપસ્થિત પત્રકારોએ અનેકવિધ ગૂંચવણ ભર્યા પ્રશ્નોથી ઘેરી લઇ તંત્ર સામે ન્યાય ઉપવાસ, આંદોલન કેવી રીતે ટકી શકશે. તેવી વિગતો મારી પાસે માગી. મેં દરેક પત્રકારના પ્રશ્ન મુજબ ખૂબ જ હિંમતપૂર્વક ઉત્તરો પણ આપ્યા. જનઆંદોલન કોઇપણ શેહશરમ કે દબાણમાં આવ્યા વગર ચાલુ જ રહેશે-તેવી પત્રકારોને અપાયેલ ખાતરી પછી રાતોરાત રાજયના વિકલાંગ બાળકોના પગારથી વંચિત વિશિષ્ટ શિક્ષકોને તાબડતોબ પગાર ચૂકવવા સરકારશ્રી દ્વારા નાણાં છૂટાં કરવામાં આવ્યાં. જે તે