પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૮

વસિયતનામું

ક્ષણભંગુર સંસારના પ્રવાસીની યાત્રા પૂર્ણ થતાં તેના અંતિમ મુકામ તરફ પ્રયાણ કરવાનું નિશ્ચિત હોય છે. અર્થાત્ અવિનાશી આત્માએ પરમધામમાં અવતરણ કરી, પુનઃ યાત્રા માટે સજજ થઇ ધરતી પર અવતરવાનું હોય છે. આવન-જાવન કરતાં પ્રત્યેક આત્માએ ધારણ કરેલ શરીરના નાશ થયા પહેલાં પોતાના જીવનમાં પ્રાપ્ત કરેલ સંપત્તિનું વસિયતનામું તૈયાર કરી, વારસદારોને માર્ગદર્શક બને તે રીતે અહીંથી જતાં પહેલાં સોંપીને જવું જોઇએ. મારી દૃષ્ટિએ પ્રત્યેક વ્યકિતએ સ્થૂળ સંપત્તિના બદલે આંતરિક સંપત્તિનું વસિયતનામું તૈયાર કરવું વધુ અગત્યનું છે.

હું જાણું છું કે હું કોઈ મોટી ભૌતિક સંપત્તિનો માલિક નથી, તેમ છતાં વસિયતનામું ઘડવાનો મને વિચાર આવે તેનું મને જરા પણ અચરજ નથી, કારણ કે હું ભૌતિક સંપત્તિને મૂલ્યવાન સંપત્તિ માનતો નથી તેથી તેનું વસિયતનામું ઘડવાનો અહીં પ્રશ્ન રહેતો જ નથી. આંતરિક સંપત્તિ અમૂલ્ય સંપત્તિ છે. તે વેડફાય ન જાય તે જોવાની સમગ્ર મનુષ્ય જગતની જવાબદારી છે અને એટલે જ કદાચ આ જગતના એક નાનકડા સભ્ય તરીકે મને મળેલ આંતરિક સંપત્તિ વારસદારો યોગ્ય રીતે વાપરી શકે તેવા આશયથી આ