પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જિંદગીના સંઘર્ષમાં, ગણિતના અંકોનો,
સરવાળો નથી હોતો;
મંજિલ પરના મુકામ પર પહોંચવાનો,
પરવાનો નથી હોતો.

સંવેદના


સંવેદના સ્પર્શ તારી ન્યારી,
તેં ઉગારી અહલ્યા નારી;
વ્યાપક કેવી તારી કારી,
દૃષ્ટિહીનોની ખોલી બારી.
હૃદય મારું હંમેશ ડોલે,
તારા નિત આ ગુણગાન બોલે;
ચેતાઓની મહારાણી,
સીડી બની આ મનવાની.
જેથી પામ્યો અક્ષરધાની,
'ઝગમગ' લખું આ કવિવાણી.