પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'કેળાં લ્યો, કોઇ કેળાં લ્યો.’ બાળસહજ કેળાંની માંગણી થઇ. મને કેળાં આપવામાં આવ્યાં. બે-ત્રણ-ચાર કેળાં ખાવાથી થયેલ શરૂઆત દિવસે દિવસે સંખ્યા વધતી ગઈ ! રોજના બે ડઝન, અઢી ડઝન કે ત્રણ ડઝન સુધી કેળાં ખાવાનું પ્રમાણ વધ્યું. બધું ઠીક થઇ ગયું. કેળાં એક ઔષધિ બનીને આવ્યાં ! ઇશ્વરે આંખોની રોશની લીધી પણ જીવન પુનઃ આપ્યું. કેળાએ ચમત્કારિક બચાવ કર્યો. ડૉકટરે કહ્યું હતું કે, ચોવીસ કલાકથી વધુ આ બાળક નહિ જીવે, જે વિધાન કેળાંએ ખોટું ઠેરવ્યું. માનો કે ઈશ્વરે કેળાં સ્વરૂપે આવી ખોટું ઠેરવ્યું.