પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કામ કરતા બાળમિત્રોને બેથી દસ પૈસા સુધીનો પગાર પણ ચૂકવતો. કોઇવાર પિતાશ્રીને કહેતો : ‘લાવો, આટલા પૈસા, મારે આટલા કારીગરને પગાર ચૂકવી. છૂટા કરી દેવા છે. તેઓ મારા કહેવા મુજબ કામ નથી કરતા.’ બાલ્યાવસ્થામાં વિકસી રહેલા આ નેતૃત્વના ગુણને મારા પિતાશ્રીએ હંમેશાં પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે આ રીતે બાળકોને તું ખોટા પૈસા વહેંચે છો. તેમ કહી કદી અટકાવ્યો નથી. એમની આ ઉદારતાના લીધે, મારામાં નેતૃત્વનું આ ઘડતર થયું છે, તેમ હું માનું છું. ઈશ્વરે લગભગ સાડા ચાર વર્ષની વયે માતાનું છત્ર ઝૂંટવ્યું. પરંતુ એક માતા-પિતા સંયુક્ત છત્ર ન આપી શકે તેવું વિશાળ પિતારૂપી છત્ર મને આપ્યું. તે મારા વિકાસનું સીમાચિહ્ન છે, તેમ હું માનું છું.