પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રાખવાનું લાયસન્સ મેળવ્યું હતું. કદી આ જીવલેણ હથિયારનો કોઇના પર પ્રયોગ કર્યો ન હતો. તેઓ નીડર જીવન જીવવા આ લાયસન્સવાળી બંદૂક રાખતા હશે તેમ હું માનું છું. તેમને લોકોના કામ અર્થે અડધી રાતે પણ વારંવાર અવાવરુ જગ્યાએ જવું પડતું એટલા માટે પણ આવા હથિયારની જરૂર પડતી હોય ! ટૂંકમાં, મને આ બધું જોયા પછી જીવન જીવવા માટેની નૈતિક હિંમત તેમના પાસેથી મળી છે. આ ઉપરાંત તેઓ જે વાતો કરતા, ઉદાહરણો આપતા, વાર્તાઓ કહેતા-તેમાંથી મને ખૂબ મળ્યું છે. આને હું વારસામાં મળેલો અમૂલ્ય ખજાનો માનું છું.