પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બીજનું વાવેતર

“હે પ્રભુ, પ્યારા, દુઃખ હરનારા, સૃષ્ટિ સર્જનારા, સુંદરતા બક્ષનારા,” પરમ કૃપાળુ પરમેશ્વર ખૂબ દયાળુ છે. તે માત્ર સૃષ્ટિનું સર્જન કરીને અટકી જતા નથી, પણ તેને સુંદર પણ બનાવે છે. જેમણે આંખોનું તેજ ઝૂંટવી લીધું, જીવનમાં કાળા ડિબાંગ વાદળોની વણજાર સાથે આંખોમાં અંધારાં આંજવાનું જેમણે કામ કર્યું, તે જ ઇશ્વરે ચમકતી સંધ્યા જાણે કે સર્જી ! ઇશ્વર સાથે જોડાયેલા એક તાર, સાંઢિયાનો જીવ ન મળ્યો પરંતુ માણવા જેવું આખું જીવન જરૂર મળ્યું. આગળના ચેપ્ટરમાં લાકડાની માકડીમાં એટલે કે સાંઢિયામાં જીવ મૂકવા માટે ઈશ્વરને શ્રદ્ધાથી લખેલ પત્ર જાણે કે ઈશ્વરે વાંચી લીધો હોય તેમ પોતાની સર્જનશક્તિની કૃપા વરસાવવાનું શરૂ થયું. જેમ વરસાદ પછી ધરતી લીલીછમ બને છે એક ઓઢણી ઓઢી, શણગાર સજી જેવી સજ્જ બને છે, તેવું જ મારા જીવનમાં ઈશ્વરની કૃપાથી થયું ! ભટ્ટભાઇ નામના તલાટી-કમ-મંત્રી બાપુજી પાસે રોજ મળવા આવે, તેમની સાથે જ્ઞાન સંબંધી બાપુજીની વાતો ચાલતી. મને તેમની વાતોમાં ઊંડાણથી રસ પડતો. તેઓ રેડિયો સાંભળવાના શોખીન હોય તેવું મને લાગ્યું. તે વખતે આકાશવાણી, અમદાવાદ રેડિયો પર

શાણાભાઇ શકરાભાઇ કાર્યક્રમ ભારે જાણીતો બન્યો હતો. તેમાં ગીત-સંગીત,

[૩૭]