પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રસ્તાવના

જીવન એટલે જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમય. આ સમય દરમ્યાન કેટલીક ઘટેલી ઘટનાઓ આપણા સ્મૃતિપટ પર હંમેશના માટે યાદ રહી જાય છે. જેથી આ પુસ્તકમાં જે પ્રસંગો લીધા છે, જે જીવનના એક-એક ધબકાર સાથે તાણાંવાણાંની જેમ વણાઈ ગયા છે, એટલા માટે આ પુસ્તકનું શીર્ષક ‘જીવનનો ધબકાર’ મારી સ્મરણયાત્રા પસંદ કર્યું છે. શબ્દનું સુવાસિત ઉપવન એટલે જ જીવનનો ધબકાર. બાલ્યાવસ્થાથી શરૂ કરી વિવિધ ક્ષેત્રે કરેલ કામગીરી અને પ્રવૃત્તિઓનું પુષ્પગુચ્છ એટલે જ જીવનનો ધબકાર.

ધબકતો રહે, દિવ્યદૃષ્ટિનો દરબાર;
ચમકતો રહે, જીવનનો ધબકાર.

એકાએક આંખોની તેજસ્વિતા ગુમાવી. જગત અંધકારમય બન્યું. જીવનની અંતિમ ઘડીમાંથી આબાદ બચાવ. સંસાર સાગરમાં પાર ઉતરી સફળતાના કિનારે પહોંચવા આરંભેલી યાત્રા, ‘પાંગરી પ્રતિભા આંગળીના ટેરવે’ શબ્દની સહેલ કરી, સંઘર્ષ કરતા-કરતા માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. સેવાનાં પુષ્પો ચૂંટી આંખ વિનાના અનોખાં અજવાળાં પથરાયા. શબ્દ ઉપવનમાં ઉચ્ચ શિક્ષણની ક્ષિતિજોને આંબી, પીડિતોના દુઃખ જાણી, ધબકતા ધબકારે કરેલી સહેલ સમગ્ર પુસ્તકનું આકર્ષણ છે.

ગુજરાતના મહામહિમ રાજયપાલશ્રી ઓ.પી. કોહલીસાહેબ

[૦૩]