પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સ્રોત વ્યક્તિના મૃત્યુનું કારણ બની શકે છે. કવિ કલાપીની પંક્તિની સમજ કિશોરાવસ્થામાં મળી ‘જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી’ શ્રી ગિજુ જોષીની બાબતમાં આ પંક્તિ અમારા માટે યથાર્થ ઠરી. તે પહેલાં અમને મારતો પરંતુ પાછળથી તે અમારા માટે ખૂબ ઉપયોગી બન્યો. આવું જ આપણા જીવનકાળમાં બનતું હોય છે. મારા જીવનમાં આંખોરૂપી આવેલો અંધાપો આજે મારા વિકાસનું ઉજજ્વળ તેજસ્વી કિરણ થયું છે. જે સૂર્યના કિરણથી વધુ પ્રકાશિત છે. આંખોની રોશની દાર્શનિક અનુભવ આપી શકે, જ્યારે અંતરની આંખો અવનવા ભેદ ઉકેલવામાં, રહસ્યો સમજવામાં સહાયભૂત બને છે. દૃષ્ટિ માત્ર આંખો આપતી નથી, શરીરની પ્રત્યેક જ્ઞાનેન્દ્રિય દૃષ્ટિ આપવા સમર્થ છે. જેથી જેમણે આંખોની તેજસ્વિતા ગુમાવી છે, તેમણે અન્ય ઇન્દ્રિયોની શક્તિઓ વિકસાવવા યત્ન કરવો જોઇએ તેમ હું માનું છું. મંજિલ વગરના મુસાફર કશું પામતા નથી, મંજિલવાળા મુસાફર કશું ગુમાવતા નથી.