પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ખીલ્યું સેવાનું સેવાનું પારિજાત પુષ્પ

શ્વરની સૃષ્ટિનો સિદ્ધાંત અવલંબન પર રહેલો છે. એકબીજાના આધારે એકબીજા પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરે છે. પૃથ્વી સૂર્યની સાપેક્ષમાં પોતાની ધરી પર જે રીતે પ્રદક્ષિણા કરે છે, તેવું જ સૃષ્ટિના પ્રત્યેક પદાર્થમાં બને છે. પછી તે જીવિત હોય કે નિર્જીવ પદાર્થ હોય ! મારો ઉછેર સેવાના સંકુલ સાથે થઇ રહ્યો હતો, તેથી તેની સ્વાભાવિક અસર થવાની જ હતી અને તે થઈ પણ ખરી. સંગીત વિશારદ થયા પછી સંગીત શિક્ષક બની પરિવારને સંભાળીશ તેવા સીમિત વિચારો મગજ પર પ્રસ્થાપિત હોવા છતાં તેમ થઇ શક્યું નહીં. હા, સંગીત વિશારદની પરીક્ષા બૃહદ્ ગુજરાત સંગીત સમિતિ અમદાવાદ અને અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય - મિરજ (મહારાષ્ટ્ર) બંને સંસ્થાઓની પદવી મેળવી. આવી પદવી મેળવનાર ગુજરાત સરકાર દ્વારા સેંકડો અંધજનોને સંગીત શિક્ષક તરીકે નિમણૂક પણ અપાઇ છે, પરંતુ હું આ પ્રક્રિયાથી મારા પર આવેલ એક ટૅલિફૉનના કારણે અલિપ્ત રહ્યો. આ ટેલિફૉન શ્રી અંધ અભ્યુદય મંડળ, ભાવનગરના માનદ્‌મંત્રી શ્રી ચંદ્રકાંતભાઇ જોષીનો હતો. તેઓ એસ.ટી. બસ સ્ટેન્ડ ભાવનગરમાં લોકલ ટેલિફૉન પી.સી.ઓ. ચલાવતા હતા. તેમને હું નામથી જ ઓળખતો. કોઇવાર રૂબરૂ મળવાનું થયું હશે પણ ખાસ કોઇ પરિચય

કેળવેલ નહિ. તેમણે તરસમિયા ગામમાં એકમાત્ર ટૅલિફૉન ધરાવનાર અમારા

[૪૭]