પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિચારોનું વાવેતર

સૃષ્ટિના ઉદ્‌ભવથી માનવે પોતાની જાતને વિકસાવવા મથામણ કરી છે. શારીરિક આવતી મર્યાદાઓને માનવે પડકાર ફેંકવા અનેક વિધ શોધખોળ કરી નવાં સાધનો, ઉપકરણો અને બીજું બધું કામે લગાવી પરિસ્થિતિ સામે ટકી રહેવા અવનવા પ્રયાસો કરી સિદ્ધિના શિખરો સર કર્યાનાં અનેક ઉદાહરણો આપણને જોવા મળે છે. વર્ષો પહેલાં અંધજનોને શિક્ષણ અને તાલીમ આપવા માટે ભાવનગરમાં સ્થપાયેલી અંધશાળા વિશે સમાજને ખાસ જાણકારી ન હતી. શાળામાં આવાં બાળકોને સમયસર દાખલ કરવામાં આવતાં ન હતાં. સમાજમાં જાગૃતિનો તદ્દન અભાવ જોવા મળતો. જે પરિવારમાં અંધબાળકનો જન્મ થયો હોય તેવા પરિવારનાં લોકો પણ આ બાળક ભણી- ગણી આગળ વધી શકે તેવા વિચારો સાથે જવલ્લે સંમત થતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા વિકલાંગ બાળકોના અસરકારક શિક્ષણ માટે નવો સંકલિત શિક્ષણ ઈન્ટિગ્રેશન પ્રોગ્રામ વિશ્વના દેશોને આપ્યો. ભારત સરકારે તે સ્વીકારી દેશમાં અમલમાં પણ મૂક્યો. ૧૯૭૪ થી પ્રાયોગિક ધોરણે આપણા દેશમાં આ કાર્યક્રમનો અમલ થવા છતાં ઘણાં વર્ષો પછી દેશના મોટાભાગનાં રાજ્યોએ એટલે કે નેવુના દાયકા પછી સ્વીકાર્યો. ૧૯૯પમાં

વિકલાંગ વ્યકિતઓ માટે વિશેષ કાયદો ઘડાયો. જેના પરિણામે આવાં

[૫૧]