૯
કામધેનુ
દેવો અને દાનવોએ કામધેનુ વિશે જાણકારી મેળવી એવું આપણાં શાસ્ત્રોમાં જાણવા મળે છે. દેવો અને દાનવો વચ્ચે આના માટે અનેક યુદ્ધો પણ ખેલાયાં. મૃત્યુલોકના મનુષ્ય પણ કામધેનુ મેળવવા મહાભક્તિનો આશ્રય લઇ પરમ કૃપાળુ પરમેશ્વરને રીઝવવા અનેક પ્રયત્નો કર્યા. ઋષિમુનિઓએ પોતાની ભક્તિ-શક્તિના આધારે મેળવેલી કામધેનુ ખૂંચવી લેવા અસૂરોએ અનેકહુમલા કર્યા હોય તેવી કથાઓ આપણને વાંચવા મળે છે.
લક્ષ્મીએ પરમ કૃપાળુ પરમાત્માને હિંડોળા પર ઝૂલતાં પૂછ્યુંઃ ‘પ્રભુ, કામધેનુ માટે આટલા યુદ્ધ દેવો, માનવો અને દાનવો વચ્ચે કેમ ખેલાતાં રહે છે? તેનો કાંઇ ઉપાય કરો.’ પ્રભુએ કહ્યુંઃ ‘હું પ્રત્યેક માનવીના દેહમાં તેના મનરૂપી કામધેનુનું દાન આપી તેનો ઉપયોગ કરવા આ બધા લોકોને સમજાવીશ, પછી કામધેનુ માટે કોઇ યુદ્ધ કે જંગ થશે નહિ.’
સાચે જ પ્રભુએ માનવ શરીરમાં મનનું નિર્માણ કરી તેમાં ગજબની શક્તિ મૂકી છે. સામાન્ય રીતે માનવીના શરીરમાં કુલ બે મન હોય છે (૧) જાગૃત મન (૨) અર્ધજાગૃતમન. અર્ધ જાગૃત મન નેવું ટકા શક્તિ ધરાવે છે,
જ્યારે જાગૃત મન માત્ર દસ ટકા શક્તિ ધરાવે છે. જાગૃત મન વ્યકિતની જાગૃત