પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અવસ્થામાં કાર્ય કરે છે, જ્યારે અર્ધ જાગ્રત મન ચોવીસ કલાક કાર્યરત રહે છે. જાગૃત મન માલિક છે, જ્યારે અર્ધ જાગ્રત મન-સેવક છે. આ સેવક એટલે જ કામધેનુ. અર્ધજાગૃત મનને સોંપેલ દરેક કાર્ય હંમેશાં સફળ બને છે, કારણકે તે કામધેનુને મળેલા વરદાનનો ઉપયોગ કરી શકે છે. કામધેનુને એવું વરદાન હતું કે તે પોતાના માલિકને ઇચ્છે તે આપી શકે અથવા એમ કહો, માલિક જે માગે તે આપી શકે. આનો અર્થ એ થયો કે જાગૃત મન માલિક છે અને અર્ધજાગૃત મન સેવક છે. તે કામધેનુ પણ છે એટલે માલિકની ઇચ્છા મુજબ તે બધું જ આપવા શક્તિમાન છે. મારા અનુભવ પ્રમાણે તે વાત સાચી છે. અર્ધજાગૃત મનને સોંપેલ પ્રત્યેક કાર્ય સફળ થાય છે. જેના માટે દૃઢ સંકલ્પ શકિત, શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર પડે છે. મને આ બધી શક્તિઓના પરિણામે અનેક ક્ષેત્રોમાં સફળતા મળી છે. જ્યારે હું શાળામાં અભ્યાસ કરતો ત્યારે મારા મિત્રોને એકત્રિત કરી આગવી શૈલીમાં જે રીતે સત્યનારાયણની કથા થાય છે તે મુજબ મારા ભાવિ સંકલ્પોની સંગીતમય શૈલીમાં હું કથા કરતો. તેમાં હંમેશાં હું કહેતો તળાવની પાળ પરથી એક રૂપિયાની ભરેલી સૂટકેશ મને મળી જાય અને તે રૂપિયામાંથી હું સરસ એક અંધશાળા બનાવું. આ વાત મિત્રોની હસી ખુશી પૂરતી સીમિત ન રહી પરંતુ મારી કામધેનુમાં એટલે કે અર્ધજાગૃત મનમાં જે વાત વારંવાર અંકિત થતી તે અંકુરિત થઇ મને એક સારી શાળાના સંચાલક બનવાની સંભાવનાઓ મારા અર્ધજાગૃત મને પ્રસ્થાપિત કરી, સુંદર મનોચિત્રણ દ્વારા પોતાના મનમાં જે મંથન થયું તેનું પરિણામ આપ સૌની સામે છે. ગામડા ગામમાં રહેતો સામાન્ય પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ કોઇક મોટી શાળામાં મુખ્ય સંચાલક સુધી પહોંચી, સફળ સંચાલન કરી, સૌ કોઇના દિલ જીતવામાં સફળ થતો હોય તો એનો યશ માત્ર ને માત્ર અર્ધજાગૃત મન, કામધેનુને આપી શકાય. આ સફળતા મળવાનું બીજું એક કારણ મને એ પણ લાગે છે, મેં કદી આ મારાથી

નહિ થઈ શકે તેવા શંકાના કીડાને સ્થાન આપ્યું નથી. ૧૯૯૭ માં ગુજરાત

[૫૬]