પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સત્તાવાળાઓ કોઇ વાત સાંભળવા તૈયાર ન હતા. હું અને મારા સાથી ઉમેશભાઈ નાંદવા એસ. ટી. બસમાં ગાંધીનગર ગયા. આખા દિવસના અંતે સાંજના સાડા સાત કલાકે તે વખતના મુખ્ય મંત્રી શ્રી કેશુભાઇની મુલાકાત મળી. તેમણે તે વખતના શિક્ષણ મંત્રીને મળવા કહ્યું. એ વખતે શિક્ષણમંત્રી આનંદીબેન પટેલ હતાં. કેશુભાઇની મુલાકાત પછી શિક્ષણમંત્રીની મુલાકાત થઇ શકે તેવો સમય ન હતો. રાત-વાસો ગાંધીનગર રહેવું અને આવતી કાલે આનંદીબેનને મળવું, પછી જ ભાવનગર જવું - તેવું નક્કી કર્યું. ગાંધીનગરના પથિકાશ્રમમાં અમે રાતવાસો રહેવા પહોંચ્યા. સરકારી અધિકારીને જ ટોકન ભાવે રૂમ મળી શકે તમારે અહીં રોકાવું હોય તો રૂપિયા ત્રણસો સવારના દસ સુધીના થશે. અમે તે રાત્રે પથિકાશ્રમમાં રોકાયા, બળેલાં ગોદડાં, ગંધાતી પથારીઓ જોઇ ઊંઘવાનું મન થતું ન હતું. ઘણા સમય સુધી પલંગ પર બેસવાનું નક્કી કર્યું. મોડી રાત્રિએ ઊંઘના હુમલાના કારણે કશી ખબર રહી નહિ. જેમ તેમ સવાર પડી. વહેલાં તૈયાર થઇ સચિવાલય તરફ જવા નીકળી ગયા. ફરી શિક્ષણમંત્રીની ઓફિસ સામે બેસી ગયા. આનંદીબેન મીટિંગમાં છે, હજુ આવ્યાં નથી - તેવા અવાજો સતત કાને અથડાતા રહેતા હતા. આમને આમ સાંજ પડી ગઈ. સાંજે તે વખતના ગૃહ રાજ્યમંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદી તેમની ઑફિસમાં મળ્યા. તેમને બધી વાત સમજાવી. તેમણે કહ્યું “આનંદીબેન આવતીકાલે જરૂર મળશે. કાલે અગિયાર વાગ્યા સુધીમાં સચિવાલયે આવી જશો તો તમારું કામ થઇ જશે. અમારા માટે રાત્રી રોકાણની કપરી સમસ્યા આવી. પાકિટમાં રાત્રિ રોકાણ થઇ શકે એટલા પૈસા પણ ન હતા. ઘણું વિચાર્યા પછી યાદ આવ્યું. નીલાના ફઇ ગાંધીનગરમાં સેકટર-૨૦ માં રહે છે. ફૂવા જજ છે. એકાદ દિવસની મહેમાન ગતિ તેઓ જરૂર કરશે જ. અમે તેમનો બંગલો શોધી કાઢ્યો. નવવધૂનું સ્વાગત થાય તેવો વિશેષ અમને આવકાર મળ્યો. એક રહેવા માટે અલગ રૂમ અમને ફાળવી દેવામાં

આવ્યો. ત્યાં બધી જ સુવિધા હતી. મૃત્યુલોકના માણસને સ્વર્ગમાં જવાથી

[૫૮]