પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અધિકારીઓને મારી હાજરીમાં સૂચનાઓ પણ આપવામાં આવી. અમારી બેઠક લગભગ પાંચ કલાક સુધી ચાલી. બાદ હું ભાવનગર જવા નીકળી ગયો. ૩જી ડિસેમ્બરના રોજ તે વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ભાવનગરમાં સદ્‌ભાવના ઉપવાસ માટે એક દિવસ બેસવાના હતા. તેની સામે વિકલાંગોને ન્યાય મળે તેવા ઉદ્દેશથી આલ્ફ્રેડ સ્કૂલના મેદાનમાં મેં પણ દસ હજાર વિકલાંગો સાથે ઉપવાસમાં બેસવાની જાહેરાત કરી હતી. આ ન્યાય ઉપવાસના કાર્યક્રમની માહિતી આપવા ભાવનગરમાં મેં તા. ૩૦-૦૯-૨૦૧૧ના એક પત્રકાર પરિષદ બપોરના ચાર કલાકે બોલાવી. જેમાં પોલીસ મંજૂરી અમારા સંગઠનને હજુ મળી નથી, તે વાત ઉચ્ચારતાં એક પત્રકાર મિત્રએ મને કહ્યું ‘અખિલ ગુજરાત જાગૃત સંઘને ઉપવાસ અંગેની ભાવનગર પોલીસ દ્વારા કેમ મંજૂરી મળતી નથી?’ મેં કહ્યું : ‘ભાવનગરના પ્રભારીમંત્રી સૌરભભાઇ પટેલની પોલીસ વિભાગને મંજૂરી નહિ આપવા સૂચના મળેલ છે.’ પત્રકારે કહ્યું ‘સૌરભભાઇના કહેવા મુજબ પોલીસ વિભાગ આપના સંગઠનને મંજૂરી નહિ આપે તો આપનું સંગઠન શું કરવા માંગે છે?’ મેં કહ્યું ‘ગુજરાત કોઇના બાપની નથી, વિકલાંગોના હિત માટે છેડવામાં આવેલ આંદોલનના ભાગરૂપે આ અમારો ઉપવાસ કાર્યક્રમ છે. સાચી સદ્‌ભાવના શું છે તેનો સંદેશ અમે રાજ્ય સરકારને આપવા માંગીએ છીએ.’ ત્યારબાદ પત્રકાર પરિષદ પૂર્ણ કરવામાં આવી. લગભગ દસ જ મિનિટમાં મારા પર એક ફોન આવ્યો. જે મંત્રી વિશે મેં શાબ્દિક પ્રયોગ કર્યો હતો, તેના તરફથી જ આ ફોન હતો. મને ટેલિફોનમાં કહેવામાં આવ્યું ‘તમે સરકારને ગાળો આપો છો ?’ કહ્યું ‘બિલકુલ નહિ. જે વ્યકિત સરકારના નામે મનમાની કરવા માંગે છે, તેની મેં વાત કરી છે અને છતાં એમની પાસે ગુજરાત કબજે કર્યાનો લેખિત દસ્તાવેજ હશે તો હું તે

ઉચ્ચારેલ શબ્દ માટે જરૂર દિલગીરી વ્યકત કરીશ.’ અડધો કલાક બાદ મને

[૭૭]