પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શારીરિક ઉંમર(સમય) વ્યકિતને મૃત્યુ તરફ ઘસડી જાય છે
પરંતુ માનસિક ઉંમર (જીવનનો પ્રત્યેક ધબકાર)
સંસારરૂપી સિવાસિત બાગ તરફ દોરી જાય છે.

લેખક પરિચય

ભાવનગરનાં તરસમિયા ગામે રહેતા ટપુભાઈ સોનાણી અને અજવાળીબેનના ત્રણ પુત્રો અને એક દીકરી સાથેનો નાનો અને સુંદર પરિવાર હતો. જેમાં ત્રીજા પુત્ર તરીકે ૧પ માર્ચ ૧૯૬૭માં જન્મેલું બાળક એક નજરે જ મન હરી લે તેવી સુંદરતા અને તેજસ્વિતા ધરાવતું હતું, પણ આ બાળક સાડા ત્રણ કે ચાર વર્ષની આયુએ પહોંચતાં જ પરિવાર પર આફત આવી હોય તેમ કુદરતે કરવટ બદલી અને આ બાળક ટાઈફોઈડની બીમારી વચ્ચે જીવનમૃત્યુની સંતાકુકડી રમવા લાગ્યું. ડૉકટરે પણ તેની જીવવાની આશા છોડી દીધી હતી. તેમણે કહયું: આ‘બાળક ટાઈફોઈડની અસરને લીધે અંધ બની ગયું છે, તમે બાળકને ઘરે લઈ જાવ. ઘરે જ સારવાર કરો, તેની જિન્દગી હવે અલ્પ છે.’ પોતાના વહાલસોયા પુત્રને આવી હાલતે નિરાશા સાથે ટપુભાઈ બીમાર બાળકને ઘરે લાવવા રવાના થાય છે. એ જ વેળાએ રસ્તામાં બીમાર બાળકના કાને કેળાં વેચનાર ફેરિયાનો અવાજ પડે છે અને તુરંત જ બાળક કેળાં ખાવાની માંગણી કરે છે. જેના પ્રત્યુતરમાં નિરાશ થયેલા પિતાએ કહ્યું: ‘ભલે કેળાં ખાય...’ બીમાર બાળક બે કેળાં ખાઈ સૂઈ ગયું. અને સૌ-આંખોમાં નિરાશાનો અંધકાર લઈ ઘરે પહોચ્યાં. કેળાં ખાવાનો સિલસિલો ગામડે પણ યથાવત્ રહ્યો. દરરોજ આ બાળક ડઝન બે ડઝન કેળાં ખાવા લાગ્યો અને બીમારીને માત આપી, શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. પરિવારમાં પણ ખુશીઓ માહોલ છવાય ગયો. એક

જ વાતનો રંજ રહ્યો કે - આ બાળક હવે પછીની દુનિયા કયારેય નહિ

[૦૭]