પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાજ્યના વર્તમાનપત્રોએ ભાવનગરમાં મુખ્યમંત્રીના સદ્‌ભાવના ઉપવાસ સામે અમારા યોજાનાર ન્યાય ઉપવાસની મોટી નોંધ લીધી હતી. જેના પરિણામે આ આંદોલનમાં દસ હજારથી વધુ વિકલાંગો જોડાવા તૈયાર થયા હતા. આ નેતૃત્વ શક્તિ માટે મને મારા પરિવારમાંથી, મિત્ર સર્કલ અને વિકલાંગ સંસ્થાના આગેવાનો પાસેથી સતત નૈતિક હિંમત મળતી હતી. તેમ છતાં સરકાર તરફથી લેખિતમાં પ્રશ્નોના નિવારણ અંગેની ખાતરી મળતાં હું આંદોલન પર અલ્પવિરામ મૂકવા વિવશ બન્યો.

ગુજરાતીમાં ‘વાડ ચીભડાં ગળે’ કહેવત મેં વડીલો પાસેથી સાંભળી હતી પરંતુ તેનો અર્થ મારા મગજમાં ઊતરતો ન હતો. વર્ષ - ૨૦૧૨ માં સરકારે લેખિતમાં ખાતરી આપ્યા પછી પણ જ્યારે અમારા પ્રશ્નો હાથ પર ન લીધા ત્યારે પેલી કહેવત મારા મગજમાં સમજાય - જેઓ રખેવાળ છે, એ જ ભક્ષક બને અર્થાત્ ‘અભી બોલા અબી ફોક’ લેખિતમાં ખાતરી પ્રશ્નો જેમના તેમ. હું ચોક્કસ એવું માનું છું કે જેઓ સત્તાના શિખરે બેઠા છે તેમણે હંમેશાં યાદ રાખવું જોઇએ કે તેઓ જે ખાતરી આપે તે પાલન કરી શકે તેવી જ આપે. આપવા ખાતર અપાયેલ ખાતરી એ સત્તાધીશ જ નહિ પણ તેને જે સીટ દ્વારા અર્થાત્ જે હોદ્દાદારી સત્તાનું સુકાન સાંપડ્યું છે તેનું જ તેઓ પોતે આપેલ ખાતરી ફોક કરી અપમાન કરે છે. પહેલાના સમયમાં રાજાઓ જે ખાતરી આપતા, જે કહેતા તે અવશ્ય કરતા. અનેક રાજા મહારાજાના ઇતિહાસો વાંચ્યા પછી હું એમ કહી શકુ કેઃ ‘આજના લોકતંત્રમાં જેઓ પ્રજાની જંગી બહુમતિથી ચૂંટાઇ આવે છે એવા લોકોએ પણ સારા રાજા મહારાજાનાં જીવન ચરિત્રોનો અભ્યાસ કરવો જોઈએ.’ ભાવનગરના મહારાજાનું ઉદાહરણ આપવાનું મને મન થાય છે. કોઇ એક ભિખારી પસાર થતો હતો. તેને કકડીને ભૂખ લાગી હતી. તે આમ તેમ ચારેય

તરફ જોઇ રહ્યો હતો. તેમને નીલમબાગની બોરડી નજરે પડી. બોરડી પર

[૭૯]