પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૨

કાનૂન ધકેલાયો હાંસિયામાં

અંધજનો શિક્ષણને બાધક છે તેવા કરાયેલ પરિપત્રને પુરવાર કરવા જોષી સમિતિની રચના કરાઇ. સમિતિમાં ત્રણ સરકારી પ્રતિનિધિઓ ઉપરાંત બીનસરકારી સંસ્થાના પ્રતિનિધિ તરીકે શ્રી ભૂષણ પુનાની, અંધજન મંડળ - અમદાવાદ અને મારી પસંદગી કરવામાં આવી. સરકારશ્રી દ્વારા સમિતિને રાજ્યની વિવિધ પ્રાથમિક શાળાઓમાં સંગીત શિક્ષક અને વિષય શિક્ષક તરીકે ફરજ બજાવતાં પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોની વર્ગખંડની કામગીરી ચકાસવા નીચેના મુદ્દા પર પરીક્ષણ કરવાની કામગીરી સોંપાઈ. સમિતિના અધ્યક્ષશ્રી ટી. એસ. જોષીના વડપણ નીચે અમારે તે અહેવાલ તૈયાર કરવાનો હતો. રાજ્યની વિવિધ પ્રાથમિક શાળાઓની અમારી સમિતિએ મુલાકાત લીધી. અહેવાલ માટેના તૈયાર કરેલ ફોર્મેટની વિગતો સાથે હું અને મારા સાથી બિનસરકારી સભ્યશ્રી ભૂષણ પુનાની સંમત ન હતા. ફોર્મેટના મુદ્દા નીચે મુજબ હતા.

(૧) શાળામાં ફરજ બજાવનાર પ્રજ્ઞાચક્ષુ શિક્ષક બ્લેક બોર્ડ પર વિવિધ વિષયો દર્શાવી, ભણાવી શકે છે?

(૨) સ્વાધ્યાય અને પ્રયોગપોથી ચકાસી શકે છે ? ધો. ૧ અને ૨ ના બાળકો

[૮૪]