પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૮૫
 

જવાબ મહાગુરુ, કાલક કે દર્પણ આપી શકતા નથી. મહાગુરુની એવી દલીલ, આવી વિદ્યાઓ દ્વારા રાજાઓને પોતે અવિજેય બનાવવા માગે છે. - નો જવાબ આપતા મુનિ કહે છે કે, ‘એવી શક્તિનો સંચય ન કરવો જે પાણી સાથે પાત્રને ગરમ તો કરે પણ પછી પાત્રને પણ તોડી-ફોડીને નષ્ટ કરી નાખે.’ (પૃ. પર-પ૩, ભા. ૧) અને ‘રાજા તો યોગીનો પૂર્વાધ છે’ ‘રાજધર્મ એ ત્યાગધર્મની પૂર્વદિશા છે.’ (પૃ. ૫૩, ભા. ૧). જૈન મુનિના મતે અવિજેયતા આત્માની હોવી જોઈએ. દેહની અવિજેયતા તો સંસારના રાવણરાજ્યને જ જન્માવે. મુનિની આ વાણી કાલકના રાજસિક હૈયામાં સાત્ત્વિકતાનું ઘમ્મરવલોણું શરૂ કરે છે. પોતાનો એક અતિ તેજસ્વી શિષ્ય આવી વાતોમાં આવી મંત્રવિદ્યા ત્યજી દે એ મહાગુરુને પસંદ નથી અને તેથી જ મહાગુરુ દર્પણ અને કાલકને મંત્રવિદ્યાના ચરમ શિખર જેવી કેટલીક વિદ્યાઓ શિખવવા અમાવાસ્યાની રાત્રિએ ગુપ્ત સ્થળે લઈ જાય છે.

કાલકનું હૈયાવલોણું ચાલું જ છે. જૈન મુનિની વાત - શક્તિ કરતાં ભક્તિ વધુ મોટી છે - એના હૈયા ઉપર ખૂબ જ અસર કરી છે. મંત્રવિદ્યામાં વસેલી શક્તિની મર્યાદા એણે જાતે નિહાળી છે. એનો માંયલો વળી વળીને જૈન મુનિની વાત પર જઈને જ ઠરે છે. અત્યાર સુધી પોતે પ્રાપ્ત કરેલી વિદ્યા ખોટી હતી એવું લાગે છે. એને થાય છે કે દેવતા બનવાથી શું વળ્યું ? માણસ બનવું ઘટે, અને માણસાઈ તો મુનિએ દર્શાવી એ હતી. સામે પક્ષે દર્ણપને તો સત્તા અને સૌન્દર્યની પ્રાપ્તિ એ જ ધ્યેય હતું. આ બંને ક્યાંથી અને કેવી રીતે મેળવાય છે એ વાત એના મનમાં ગૌણ હતી.

તંત્રવિદ્યાની અંતિમ વિધિ સમયે મહાપૂજાની અધિકારીણી જે સ્ત્રી ઠરે એણે સંપૂર્ણ નિર્વસ્ત્ર બનવું પડે. એનાં સર્વ અંગોની સ્ત્રી પુરુષો દ્વારા પૂજા થાય. એ સમયે કોઈનામાં પણ વિકાર પ્રવેશે તો એને એ સિદ્ધિ તો ન જ મળે પણ સાથે મૃત્યુદંડ પણ મળે. વિકારોની સર્વ સામગ્રી હાજર હોય અને છતાં જેનું અંતર કોઈ પણ વિકાર ન અનુભવે એ જ આ સિદ્ધિનો હક્કદાર. જૂઈના ફૂલ જેવા સ્ત્રીત્વવાળી સરસ્વતી આવી અધિકારીણી બનવા તૈયાર થતી નથી. જ્યારે પુરુષ સમોવડી અંબુજા સામે ચાલીને તૈયારી બતાવે છે. બધા અંબુજાની એ રીતે પૂજા કરે છે પણ કાલક એવી તૈયારી બતાવી શકતો