પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૮ ]

કલમની પીંછીથી




“ ના ભાઈ, મારે ત્રણ આનામાં ખાવું શું ને બાઈડીને ખવરાવવું શું ?”

“ત્યારે ચાર આના, પાંચ આના, છ આના.” વિઠલો છ આને લાકડા ફાડવા જાય.

બસ, વિઠલો કામ પર ચડ્યો એટલે ચડ્યો. એની માએ એને કાનમાં વાત કીધેલી. એના બાપને તો એણે નજરો નજર ભાળેલો. એના બાપે કોઈ દિ' હરામ હાડકાં કર્યાં હોય તો ને ? જેવા બાપ સાચક એવો જ એનો દીકરો સાચક.

વિઠલો હીંહ–હીંહ કરતો જાય ને છીણી ઉપર ઘણ પછાડતો જાય, વિઠલાને ડીલે પરસેવા પરસેવા વયા જાય પણ વિઠલો ખોટા પોરો ન ખાય. લાકડાના વેઢા પણ એવા કે છીણીની ધાર ભાંગે પણ એમાં લીંટો ન પડે, પણ એ તો વિઠલો વેઢાળો કે વેઢા તો શું, પણ એના બાપાનેય ફાડી નાખે. ખૂબ થાક લાગે ત્યારે વિઠલો પોરો લે, છાંયે બેસે અને હોકલી સળગાવે. એના બાપ જેમ વિઠલો પણ હોકલી પીતો.

વિઠલો ઘણ પછાડે ત્યારે ધરતી ધમધમે.