પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૬ ]

કલમની પીંછીથી




છે." દાદી કહેશે, “હા, શકરવારી દાળીઆ. ” દાદા દાદીના મોઢામાં દાંત નહિ પણ ખાવાનું મન થાય.

બા બેન કહેશે, “લ્યો, ઘડીકવારમાં તો શકરવાર આવ્યો. જાણે ગઈકાલે જ મશાલા દાળીઅા કર્યા'તા ને ખાધા'તા. નાનાં બાળકો કહેશે, “એ બા, શવો નીકળ્યો છે, શકરવારીઓ નીકળ્યો છે, અમારે દાળીઅા લેવા છે."

બા અને બેનને દાળીઆ બહુ ભાવે. દાદા દાદીનેય ભાવે તો ખરા જ ને ! પણ એનાથી કાંઈ રેંકડીએ જવાય છે ?

બા બેન કહેશે, “ઠીક ત્યારે, બે પૈસાના લઈ આવો"

બેન કહેશે, “ એટલે દાળીએ નહિ થાય.”

દાદા કહેશે, “ચાર પૈસાના લાવો ને ભઈ, છોકરાં દાળીઆ ખાઈ રાજી થશે.”

ચાર પૈસાના દાળીઆ લાવે. શવો તાજુડી લ્યે, દાળીઆ તેાળે, ઉપર થોડુંક મીઠું મરચું ભભરાવે ને પડીકું વાળી આપે.