પૃષ્ઠ:Karanghelo.pdf/૩૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩પ૬ )

છે. પણ એ વાત બન્યાને આજ લાંબી મુદત થઈ છે. કરણ વાઘેલાના મોત પછી સાડી પાંચસે વર્ષ વહી ગયાં છે. તે વખતના અને હમણાંના ગુજરાતમાં ઘણો ફેર પડી ગયો છે. તે રજપૂતો, તે મુસલમાનો, અને મરેઠાએ ક્યાં ગયા ? તેઓની હમણાંની અવસ્થા જુઓ. હમણાંના એદી, અફીણી, નિર્બળ, અક્કલહીન રજપૂતો તે વખતના શૂરા, જોરાવર ને બુદ્ધિમાન રજપૂતોના વંશના છે, એમ કોણ માનશે ? હમણાંના ભૂખે મરતા, અશક્ત, અજ્ઞાન મુસલમાનો, તે વખતના મુસલમાનોની ઓલાદના છે એ માનવું પણ કઠણ પડશે નહી ? અને મરેઠાઓનું પણ નામ જ રહી ગયું છે. તેઓ સઘળા પશ્ચિમ તરફના ગૌર વર્ણના માણસોના હાથ નીચે દબાઈ ગયા છે. ભાટ, ચારણ, અને બીજા રાજ્ય દરબારને લગતા લોકો પણ પહાડ અને જંગલમાં ભટકતા માલમ પડે છે. અંગરેજના એક છત્ર નીચે સઘળું ગુજરાત આવી રહ્યું છે, અને પરમ કૃપાળુ ઈશ્વરની ઈચ્છાથી એ પરદેશી લોકોના હાથ નીચે આ પ્રાંત પાછો મોટો થશે, પાછું કોઈ જુદી જ રીતનું નામ કહાડશે; અને વિદ્યા, કળા અને સુધારો સઘળે પથારાઈને આ રળિયામણો પ્રાંત ઈશ્વરની વાડી, લક્ષ્મીનું ધામ, તથા સદ્ગુણનું સ્થાન થઈ પડશે. અસ્તુ !

સમાપ્ત
સમાપ્ત.