પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કોટ પહેરી તે પર ભેટ વીંટી લીધી હતી તો કોઇએ ગરમ ચોગો પહેરી લીધો હતો. કોઈએ પાટલુન પહેર્યું હતું તો કોઈએ સુરવાલ પર ગટર્સ બાંધી લીધાં હતાં ; અમારૂ આવું વિચિત્ર સરઘસ ગમ્મત કરતું હરિ પર્વત પાસે આવી પહોંચ્યું.

૨. આ ટેકરી શંકરાચાર્યના ડુંગર કરતાં ઘણીજ નહાની છે, પથ્થર સ્લેટના રંગના છે. અને તેના પર ચડી જવું પણ સહેલું છે કેમકે થોડાં વખત પહેલાંજ મજાના પગથીયાં ચણાવેલા છે. ટેકરી પર ઝાડ ઘણાંજ થોડાં છે તેથી તે એક પથ્થરના ઢગલા જેવી દેખાય છે. તેના પર એક કિલ્લો છે ત્યાં અમારે જવું હતું.

૩.પગથિયાં આવ્યા એટલે ઘોડા પરથી ઉતરી ચાલવા લાગ્યા, અને થોડા ઊંચે ચઢ્યા ત્યારે એક દેવીનું મંદિર આવ્યુ. અમે બુટ ઉતારી હાથ પગ ધોઇ તેમાં ગયા. એક મોટો પાણો સિંદૂરથી રંગેલો હતો. આ દેવી છે એમ એક પંડિતે કહ્યું તેથી અમે તેની પાસે ગયા, હું પગે પણ નહોતો લાગ્યો તેટલી વારમાં તો એક પંડિતે મને દીવા કર્યા વિનાજ ઉતાવળથી હાથમાં આરતી આપી દીધી! કેમકે તણે જાણ્યું કે આ કોટ પાટલુનવાળા ગૃહસ્થો પૂજા બૂજા કરશે નહિ. પણ અમે તો પૂજા કરવા માટેજ ગયા હતા તેથી દર્ભાસન પર હાથ જોડી દેવીની સન્મુખ બેઠા. બે મિનીટમાં લાંબી દાઢી અને ધોળી પાઘડીવાળા હાથ પગ, પાણીમાં પલાળી સંધ્યા કરનારા પચાસેક પંડીતો અમને વીંટળાઈ વળ્યા અને મ્હોં પહોળાં કરી મોટે સાદે દેવીની સ્તુતિ બોલવા લાગ્યા. આ સ્તુતિમાં દરેકનું મન લીન થઈ ગયું હોય તેવો ડોળ કરતા હતા પણ દરેકની આંખમાં સ્વાર્થ સ્પષ્ટ રીતે નજરે પડતો હતો. સ્તુતિ પુરી થઈ એટલે દેવી પર દરેકે પુષ્પ અને ચોખાની વૃષ્ટિ કરી અને અમને પણ તેમ કરવા ઈશારો કરી દીધો. આ પ્રમાણે પૂજન સમાપ્ત થયા બાદ ભૂદેવોને દક્ષિણા આપી અમે દેવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી વિદાય થયા.

૪.પાછા બુટ પહેરી પગથિયાં ચડવા લાગ્યા. કિલ્લાને દરવાજે