પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પહેલાંની રાતે અગાડી મસુરી મોકલેલ અમારા માણસે અમને આ પ્રમાણે તાર કર્યો હતો : "Heavily rained all night, clouds still hanging on." આની અમે દરકાર રાખી નહતી પણ આજ હેરાન થશું એવી હવે ખાત્રી થ‌ઇ. ગાડી પરથી સામાન ઉતાર્યો અને હવે શું કરવું તેનો વિચાર કરતા હતા, તેટલામાં અમારો એક માણસ નજરે પડ્યો. તેની સાથે એક મજુર પણ હતો. આ માણસ અમારી રાહ જોતો સનિબેંક પર બેઠો હતો પણ તેની પાસે ફાનસ ન હોવાથી તે અમને અને અમે તેને અંધારામાં ઓળખી અથવા જોઇ શક્યા નહતા. તે અમારો અવાજ સાંભળી અમારી પાસે આવ્યો હતો. ઠીક થયું ! હવે રસ્તો તો જડ્યો. મજુર પાસે સામાન ઊપડાવ્યો. અગાડી મજુર અને અમારો માણસ અને પછાડી અમે એમ ચાલવા લાગ્યા. આંખો ઉઘાડી રાખી હતી પણ તેથી થોડો જ ફાયદો હતો. અમારાં સારાં ભાગ્યે એટલું ઠીક હતું કે ભૂતથી અથવા ડાકણથી ભડકે તેવું અમારામાં કોઇ નહોતું ! સનિબેંકથી અમારો ઉતારો ત્રણ ચાર માઇલ દૂર હશે પણ અમને તો તેટલા ગાઉ થ‌ઇ પડ્યા હતા ! કેમકે મરિહિલ આવતાં રસ્તામાં જ્યારે જ્યારે ઘોડા અટકતા ત્યારે ચાલવું અને પ‌ઇ લેવાં પડતાં હતાં. ગાડીનો રસ્તો પણ સખત ચડાવવાળો હતો અને આ સડક જેનાપર અમે ચાલતા હતા તે પણ તેવી જ હતી. થોડા દૂર ચાલ્યા ત્યારે એક સાંકડી કેડી આવી. ઓછામાં પૂરૂં આના પર ચાલવું પડ્યું. એક તરફ પર્વત, ઝાડ અને ગટર અને બીજી બાજુએ ઝાડી અને ઉંડી ખાઇ ! અંધારામાં પર્વત અને ખાઇ સરખાં જ નજરે પડતાં હતાં, તોપણ ડાબી બાજુએ આવેલા ડુંગર તરફ અમે ચાલતા હતા. ગટરમાં અથવા ખાડામાં પગ પડવાથી અથવા ઠોકર લાગવાથી અને વારંવાર ભોંય ભરતા હતા ! પણ પાછાં કપડાં ખંખેરી ઉભા થ‌ઇ ચાલવા લાગતા હતા. "આ એક પડ્યો, આ બીજો, આ ફલાણો, આણે હમણાં કૂદકો માર્યો," એમ ધુબાકા ગણતા જતા હતા. પગ