પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૮૨ )

ભૂમિગોળ આલિંગી લે રે
ઘનઘટા શી કોડે ! હાંહાં રે ઘનઘટા○ ૭

તો આ સ્થળ પ્રિય ! તું હવાં રે
અટકે ક્યમ લાજે ? હાંહાં રે અટકે○
કાં ભેટી ન લે ચુમ્બનો રે
લટકે કંઈ આજે ? હાંહાં રે લટકે કંઈ આજે ! ૮




લાગટ હૅલી ઊઘડતી વખતની રચના

[ [૧]‡ગરબી.]

દ્યૌદેવી દીર્ધકાળ મેઘે બન્દી કીધી રે,
ઘનકારાગૃહની માંહ્ય પૂરી દિધી રે; ૧

હેવું નિરખી દેવીનો કાન્ત રવિ આ ઠારે રે
તોડી નાંખી કારાદ્વાર પાદપ્રહારે રે, ૨

કીધી દ્યૌદેવીને મુક્ત, એ હસતી ઉલાસે રે,
ત્‍હેને ભૂમિસખી નિરખંતી રહી પ્રતિહાસે રે. ૩

હવે જાણું જે પ્રલય કરંત મેઘ જશે ન્હાશી રે,—
ત્ય્હારે જો ને એકાએક રચના આ શી રે! ૪


  1. ‡‘જમનાંજળ ભરવું મ્હારે કુંવત કન્હૈયા રે’ — એ, ચાલ