પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૨૬ )

તે હરણાં એમ કલ્પના આણવામાં રૂપકોનો જરાક સંકર થઈ ગયો છે. પરંતુ ચન્દ્રનાં કિરણ તે ગાયો અને ચન્દ્ર તે ભરવાડ - એ રૂપકનું મૂળ આ કાવ્યના સંસ્કારમાં પણ કાંઈક હશે.

મેઘ.—પૃષ્ઠ ૮૭.

વાદળું (મેઘ) પોતે બોલે છે એમ કલ્પનાથી આ કાવ્યનો આરમ્ભ છે.

કડી ૨, ચરણ ૧. માત ધરતી - પૃથ્વી તે કળિયોની માતા.

કડી ૪, ચરણ ૨.બરફ દેવદારનાં ઝાડ ઉપર પડે તેથી અવાજ થાય તે જ દેવદારનું આરડવું.

કડી ૫, ચરણ ૨. ગુહા - બુરજ નીચેની ગુફા.

કડી ૨૦, ચરણ ૧. ગોળ - સૂર્ય.

પૂર્વાર્ધ - સૂર્યના કિરણથી ઇન્દ્રધનુ થાય છે તેથી આમ કહ્યું છે.

કડી ૨૨, ચરણ ૩. પ્રભાઘંટ રચંત - તેજનો ઘંટ જેવો આકાર રચનારાં રવિકિરણો. રવિકિરણોનો સમુદાય સૂર્યમાંથી નીકળી ગોળ આકાશમાં ફેલાઇ પૃથ્વી ઉપર આવતાં એક મ્હોટો જાણે ઘંટ બનાવે છે, - અંતર્ગોળ આકાર બનાવીને.

પવનથી વાદળાં ઘસડાઈ જાય તથા સૂર્યકિરણથી તથા વાતાવરણથી આકાશનો ભૂરો રંગ જણાય (વિજ્ઞાનશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે)- તેથી તે મળીને આકાશનો ભૂરો ઘુમટ ઊભો કર્યો કહ્યો છે. વિજ્ઞાનની આ શોધ- આકાશના ભૂરા રંગના કારણની-શેલીના વખત પછીની જાણ્યામાં છે.