પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે




ચૉથી આવૃત્તિની પ્રસ્તાવના.

આ કાવ્યોનો સમુદાય પ્રથમ ઇ.સ.૧૮૮૭ માં પ્રગટ થયો હતો તે પછી ૧૫ વર્ષે બીજી આવૃત્તિ અને ત્હેનાથી પાંચ વર્ષે ત્રીજી આવૃત્તિપ્રગટ થઈ, અને હવે પાંચ વર્ષને અંતરે ચોથી આવૃત્તિ રસિક વર્ગ આગળ મૂકવાનો પ્રંસંગ આવ્યોછે. આમ પચીસ વર્ષમાં ત્રણ આવૃત્તિયો થઈ તે ઉપરથી કવિત્વસાહિત્યની અભિરુચિનો પ્રજામાં વેગ માપવો એ, અન્ય સાધનોના દર્શનથી, અનુચિત ગણાશે. પરંતુ આ કાવ્યસમુદાયને રસિક વર્ગ તરફથી સત્કાર મળેછે તે માટે તે આનન્દપૂર્વક આભાર જ માનવો એ કર્તવ્ય છે.

પરંતુ આમ કરવાની સાથે બે એક વ્યક્તિયોની ક્ષમા માગવાની જરૂર છે. આજથી અઢી ત્રણ વર્ષ ઉપર વર્તમાન પત્રોમાં રાજકોટની સાહિત્યપરિષના પ્રમુખપદ, બાબત ઉકળાટભરી ચર્ચા ચાલી રહી હતી તે પ્રસંગે એક પારસી ગૃહસ્થે એમ સ્થિતિદર્શન કર્યું હતું કે— “રા. રસિંહરાવની કવિતા હવે લોકોમાં રુચિ ઉત્પન્ન કરતી નથી; ત્હેમની કવિતાનો કાળ હવે ઊતરી ગયો છે.”— કાંઇક આ તાત્પર્યનાં વચનો ના એ ગૃહસ્થના ચર્ચાપત્રમાં હતાં. એ ગૃહસ્થની આજ મ્હારે પ્રથમ ક્ષમા માગવી જોઈશે. કેમકે