પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૫૪ )

નહિં તે શુભધર્મની મૂર્તિ હવાં,—
જગ! રૂપ ધરે તું નવાં જ નવાં! ૫

અહિં ઈન્દ્ર્ધનુ બનતું નિરખું,
રમણીય સુરંગથી શું હરખું?
નથી આ રચી જ્ય્હાં હું રહ્યો રચના
થઈ લુપ્ત બધી મધુરી ઘટના. ૬

ક્યમ શોક ધરું મન તો હું હવાં?
જગ! રૂપ ભલે તું ધરે જ નવાં;
મુજ પૂજ્યપિતાતણી મૂર્તિ હ્રદે
ધરી નિત્ય ફરું હું પદે જ પદે. ૭

મુજ સર્વ સહોદર! તાત સ્મરો,
વળી તાતમહાનનું ધ્યાન ધરો;
કરી યુગ્મ પિતાતણું વન્દન હું,
દઉં આ સહુને અભિનન્દન હું. ૮




ત્હારી કાન્તિ, પ્રેમ અને આત્મા

દિંડી

કે'વી શાન્ત શીળી કાન્તિ મુખની ત્હારી
દીપે ઝીણી ચાંદની સમાન, વ્હાલી!