પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૬૫ )

આજે આપણે પણ આંહિં,
ઝીલિયે રસતરઙ્ગો કાંઈ. ૯

ધરિયો જન્મ સુખને કાજ,
તો શું તજવું ત્‍હને આજ?
ભૂલી ભૂતભાવિખેલ,
આ ઘડી રંગ રમિયે રેલ." ૧૦

હાવાં ચાટુ વચન ઉચરી,
શુક શો ચુમ્બતો નિજ પ્યારી!
વ્હાલી! નિરખી આ સુખમૂળ,
વર્તન રાખ્ય તે-અનુકૂળ. ૧૧




કૉયલનો ટહુકો

[રાગ સોરઠ, તાલ ઝંપા]

અલી કોકિલા! ટહુકો મીઠો તુજ માહરે હઈડે વશ્યો,
સુણી તેહ આ હઈડે બીજો ટહુકો ઊઠીને ધશ્યો,
અલી કોકિલા ! o

શીળી ચાંદની આલિઙ્ગતાં સ્મિત જ્ય્હાં કરે લહરી ઝીણી,
સિન્ધુ એહવો આનન્દનો ક્ષણ ઝાંખું તે ટહુકો સુણી,
અલી કોકિલા ! o