પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૭૧ )



એક નદી ઉપર અજવાળી મધ્યરાત્રિ

[[૧] †ગરબી ]

સૂતી સુંવાળી સરિત ચંદશું હાસ કરે,
નાચતું તેહ-ઉછંગ વ્હેળિયું કૂદી પડે. ૧

આ મધ્યરજની રમણીય વિશે નદી નદીતટને
આ રજતકૂર્ચ લઇ ચંદ રંગતો શુભ વરણે. ૨

આ ભવ્ય બુરજ ગઢતણા નદીતટ ચોકી કરે,
કઈ બિહામણાં અદ્ભૂત ભૂતનું રૂપ ધરે. ૩

અહિં શાન્તિદેવીના મન્ત્ર વડે મૂર્છિત બનિયાં
સરિતાતટતરુના ઝુંડ, અર્ધનિદ્રિત પડિયાં. ૪

જો ! સરિતાનો ઘુઘવાટ શિલામાં અથડાતો,
ને મધુર વ્હેળીયાતણો નાદ ગદ્ગદ થાતો. ૫

એ નાદવડે નિ:શબ્દ શાન્તિના રાજ્ય વિશે
નવ ભંગ થતો કંઈં લેશ, શાન્તિ અદકી જ દીસે. ૬

એ નાદ અલૌકિકરૂપ સુણતાં શ્રવણ ધરી
તરુવૃન્દ તટો પર નમ્યાં ધ્યાન એકાગ્ર કરી; ૭

સુણતા વળી યુગનાદને બુરજપાળા ગઢના,
સુણતો મૃદુ પ્રેમે ચન્દ્ર એહ રૂડી રવઘટના. ૮


  1. †ઇતિહાસની આરશીસાહી, મ્હેં જોયું માહિ, વિર થાવર દીઠું ન કાઈ ફરતી છે છી. -- એ ચાલ.