લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lagnageeto.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


કે'દુના કાલાંવાલાં

તમે કે'દુના કાલાંવાલાં કરતા'તા
તમે મુંબઈ ને મહેસાણા ફરતા'તા
તમે ઝાઝી તે વાતો મેલો મારા વેવાઈ
તમે કે'દુના કાલાંવાલાં કરતા'તા

તમે અમીબેનને જોઈ ગયા
મારા નવલા જમાઈ મોહી ગયા
તમે કે'દુના કાલાંવાલાં કરતા'તા

તમે છગનભાઈને ભોળવી ગયા
તમે સવિતાબેનને ભોળવી ગયા
તમે કે'દુના કાલાંવાલાં કરતા'તા

વરતેજથી વાંકાનેર ફરતા'તા
તમે ફેશનની ફીશિયારી મેલો મારા વેવાઈ
તમે કે'દુના કાલાંવાલાં કરતા'તા