પૃષ્ઠ:Lakshami Natak.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચાલ્યા, પણ એ ચાકર કાંઈ સમજ્યો નહીં; તેથી રાજાને પુછ્યું કે દેવે તમને કશું કહ્યું ? ત્યારે રાજાએ જેમ થઈ તેમ વાત કહી, ત્યાર પછી ડોશીના કહ્યાથી જાણ્યું કે એ ડોશી તે લક્ષ્મી છે, અને ઇન્દ્રે ફલાણા કારણથી એની આંખ્યો ફોડી છે. તે વાત સાંભળીને બંને જણા પ્રસન થયા, તાર પછી વિચાર કીધો કે; ધનવંતરી પાસે જઈને આંખ્યો સારી કરાવવી; પછી આંખ્યો સારી કરવાથી બંને જણને તથા સર્વે સારા લોકને ધનની પ્રાપ્તિ થઈ. અને દુષ્ટ લોકો દરિદ્રી થયા.

આ નાટક વાંચીને સજ્જન લોકો સારાંશ એટલો લેશે કે અન્યાયથી, અધર્મથી તથા ચાડિયાપણાથી ધન પેદા કરવું નહીં.

હવે ધીરસિંહજી મહાદેવજીના કહ્યાથી આંધળી ડોશીને પછવાડે ચાલ્યા તે જોઈને ભીમડો બોલ્યો. ત્યાંથી વાત ચલાવીએ છીએ.