પૃષ્ઠ:Lokgeeto.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારે તો મોડું થયું રોંઢો ન રહ્યો યાદ
પટલાણી આવી કહે મોકલી છે મેં ભાત
મળી નથી તમને હજી ? રોકાણી ક્યાં રાત ?
મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ
કહા ગોત કરવી હવે ?ગઈ હશે પગવાટ
બની ગયા એ બાવરા બંને મા ને બાપ
ગયા તુર્ત ને ગોતવા કરતાં કાઈ સંતાપ
નભથી ચાંદો નીરખી વિલાપ ફિક્કે મુખ
ઝાંખા સરવે ઝાડવા દારૂણ જાણે દુઃખ
મીઠી-મીઠી પાડતા બુમ ઘણી મા બાપ
જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ
વળતા આગળ પગ મહી અટવાયું કઈ ઠામ
તે તો ઘરની તાંસળી ભાત તણું નહિ ઠામ
ખાલી આ કોણે કરી ? હસે સીમના સ્વાન
મીઠી કાં મેલી ગઈ ? બોલે નહિ કઈ રાન
વળી પગે અટવાય છે ઝરડું નીચે જોય
મીઠી કેરી ઓઢણી પોકે-પોકે રોય
હા મીઠી તું ક્યાં ગઈ? આં શું ઝમે રૂધિર
ઉત્તર એનો નાં મળે બધુંય વિશ્વ બધિર
નિરાશ પાછા એ વળ્યા કરતા અતિ કકળાટ
મીઠી-મીઠી નામથી રડતા આખી વાટ
વાઢ ગયો વેચાઈને વીતી ગઈ છે વાત
તોપણ દેખા દે કદીમીઠી માથે ભાત.